PARAM STORIES

જેનું સંપૂર્ણ જીવન ગુરુને સમર્પિત છે, એવા શિષ્ય હૃદય માટે ગુરુના ચરણ જ એનું ઘર હોય અને એટલે જ, એક શિષ્યને સતત એક ઝંખના હોય કે, ક્યારે મારા ગુરુની ચરણ રજથી મારો આવાસ પાવન બને, ક્યારે એ ત્યાગી આત્માના સ્પંદનો મારા આવાસમાં ફેલાય અને મારા પરિવારમાં ત્યાગ ભાવના અને ધર્મ સંસ્કાર જન્માવે.

હે ગુરુદેવ, આ હૃદય દ્વારે પગલા કરીને આપે આ હૃદયને સંવેગ ભાવથી ભીંજવી દીધું છે. હવે ક્યારે એ દિવ્ય ક્ષણ આવે કે આ આવાસ આપની ચરણ રજની સ્પર્શનાથી મંદિર બની જાય!

February અને March 2023માં, પરમ ગુરુદેવ મુંબઈ મહાનગરીમાં પધાર્યા. અનેક ભક્તોની અશ્રુભીની વિનંતિ સ્વીકારી, 2 મહિનાના અલ્પ સમયમાં 500થી અધિક ભાવિકોના નિવાસસ્થાનમાં પરમ ગુરુદેવના આગમનનો હર્ષનાદ ગુંજી ઉઠ્યો. હજારો આત્માઓને એમનું કલ્યાણકારી સાંનિધ્ય પ્રાપ્ત થયું. જેમણે ક્યારેય ધર્મ ક્ષેત્રમાં પ્રવેશ નહોતો કર્યો, એવા કેટલાય આત્માઓને જૈનત્વના secrets સમજવાનો અવસર પ્રાપ્ત થયો અને એમની lifeમાં આંતરીક પરિવર્તનની શરૂઆત થઈ. અનેકો ભાવિત આત્માઓની અંદર સમ્યક્ત્વના અમૂલ્ય બીજનું સિંચન થયું. અને કેટલાય આત્માઓના જીવનમાંથી વ્યસનો છૂટ્યા, પારિવારીક રાગ-દ્વેષ ઉપશાંત થયાં, વર્ષોના અબોલા મટી ગયાં, stress અને depression જેવી સમસ્યાઓનું નિવારણ થયું અને જીવનમાં શાંતિ, સમાધિ અને પ્રસન્નતા પ્રસરાઈ ગઈ. પરમ ગુરુદેવના બોધ વચન, એમની પ્રેરણાઓ, એમના દ્વારા કરાવેલા અનન્ય પ્રયોગો અને એમના માર્ગદર્શન એ ભાવિકોને meaningful અને purposeful જીવન જીવતા શીખવાડ્યું.

મુલુંડ ક્ષેત્રના વિચરણ દરમ્યાન, ભક્તોએ જોયું કે જે ભાવિકો સેવામાં એટલા active ન હતાં, તેમના ઘરે પરમ ગુરુદેવ સામેથી પધાર્યા અને જે ભાવિકો દિવસ-રાત શાસન સેવા માટે યોગદાન આપતાં હતાં, તેમના ઘરે પરમ ગુરુદેવ પધારતાં ન હતાં. ત્યારે એક યુવાન, જે હંમેશા પરમ ગુરુદેવની સેવામાં તત્પર રહેતા, એ યુવાને પરમ ગુરુ્દેવને વિનમ્રતાપૂર્વક સહજ ભાવે પૂછ્યું, “ગુરુદેવ, શું આ unfair નથી? જે ભાવિકો સેવામાં active નથી, આપ એમના ઘરે પગલા માટે પધારો છો… અને અમે શાસન સેવા માટે આટલી મહેનત કરીએ છીએ, તેમ છતાં આપ અમારા ઘરે કેમ નથી પધારતાં?” એ યુવાનના હૃદયમાં એક ભાવ હતાં, કે કદાચ આવી ભાવભરી વિનંતિથી પરમ ગુરુદેવ એમના ઘરે પધારવા તૈયાર થઈ જશે.

પરંતુ, ગુરુના actions અને intentions શિષ્યના કલ્પનીય વિશ્વથી બહુ અલગ અને અકલ્પનીય હોય છે. મૃદુતાથી છલકાતા સ્વરે પરમ ગુરુદેવે કહ્યું, “બેટા, ગુરુ તો ગુરુ જ હોય! જો હું સેવામાં સતત active એવા ભક્તોના ઘરે આવું, તો તે સેવા દ્વારા એમને જેટલા પણ ઉત્કૃષ્ટ પુણ્યનું ઉપાર્જન કર્યું હશે, મારા આવવાથી તે બધા પુણ્ય ખર્ચાઈ જશે. ગુરુ જ્યારે કોઈના આવાસમાં પધારે, ત્યારે તે આત્માઓને જાગૃત કરી, એમના આત્મકલ્યાણના સતનિમિત્ત બનવાના હેતુથી પધારે. અમને ખબર જ હોય કે કોના ઘરે જવું અને કોના ઘરે ન જવું!”

આ સાંભળતા જ… ભક્તની આંખમાંથી ઉપકારનાં આસું વહેવા લાગ્યાં, અફસોસનાં આસું વહેવા લાગ્યાં. એ આંસુ જાણે કહી રહ્યાં હતાં જેને સમજી સમજીને સમજવા જઈએ તો પણ સમજી ન શકીએ… એવું હોય છે ગુરુતત્ત્વ! આપણી આંખની સામે તો માત્ર વર્તમાનની ક્ષણો હોય… પરંતુ ગુરુ શિષ્યના અનંતકાળનું ભવિષ્ય જોતા હોય.

જેટલી મને મારા આત્મહિતની ચિંતા છે… એનાં કરતાં અનેકગણી વધારે મારા આત્મહિતની ચિંતા અને ખેવના કરી રહેલાં આવા કરૂણાનિધાન પરમ ગુરુદેવને વારંવાર વંદના!

On a day when visible smiles painted the sky with colourful kites, there were invisible voiceless cries of injured birds waiting to be heard. Innumerable Jain organisations, animal welfare NGOs and government organisations had set up camps across the country to save such birds.
Every step of life is a lesson, only if we have an eye for learning from every situation that comes our way. Param Gurudev visited the Parasdham Girnar construction site one morning.
Previous
Next